(N/A) હાઇડ્રોકાર્બન એ કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા કાર્બનિક સંયોજનો છે. તેનું વર્ગીકરણ નીચે મુજબ છે:
$1$. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન (આલ્કેન): તેમાં માત્ર કાર્બન-કાર્બન એકલ બંધ હોય છે. બધા કાર્બન $sp^3$ સંકરણ ધરાવે છે. ઉદાહરણ તરીકે મિથેન,ઈથેન અને સાયક્લોહેક્ઝેન.
$2$. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન: તેમાં એક અથવા વધુ કાર્બન-કાર્બન દ્વિ $(-C=C-)$ અથવા ત્રિ $(-C\equiv C-)$ બંધ હોય છે. દ્વિબંધ ધરાવતા કાર્બન $sp^2$ અને ત્રિબંધ ધરાવતા કાર્બન $sp$ સંકરણ ધરાવે છે. ઉદાહરણ તરીકે ઈથીન,ઈથાઈન અને સાયક્લોબ્યુટીન.
$3$. એરોમેટિક હાઇડ્રોકાર્બન: આ ચક્રીય સંયોજનો છે જે વલયમાં $(4n+2)$ $\pi$ ઇલેક્ટ્રોન ધરાવે છે,જેમાં વલયના તમામ કાર્બન $sp^2$ સંકરણ ધરાવે છે. ઉદાહરણ તરીકે બેન્ઝીન,ટોલ્યુઈન અને નેપ્થલીન.