સવર્ગઆંક,સવર્ગ પ્રભાવક્ષેત્ર અને સવર્ગ બહુફલક પર્યાયો સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સવર્ગઆંક : લિગેન્ડના દાતા પરમાણુઓની સંખ્યા જેની સાથે ધાતુ સીધી રીતે બંધિત હોય છે,તેને સવર્ગઆંક કહે છે. દા.ત.,$[PtCl_6]^{2-}$ અને $[Ni(NH_3)_4]^{2+}$ સંકીર્ણ આયનોમાં $Pt$ અને $Ni$ નો સવર્ગઆંક અનુક્રમે $6$ અને $4$ છે. $[Fe(C_2O_4)_3]^{3-}$ અને $[Co(en)_3]^{3+}$ માં $Fe$ અને $Co$ નો સવર્ગઆંક $6$ છે.
સવર્ગ પ્રભાવક્ષેત્ર : મધ્યસ્થ પરમાણુ/આયન અને તેની સાથે જોડાયેલા લિગેન્ડને ચોરસ કૌંસમાં સમાવવામાં આવે છે અને તેને સામૂહિક રીતે સવર્ગ પ્રભાવક્ષેત્ર કહે છે.
આયનીકરણ પામતા સમૂહ કૌંસની બહાર લખાય છે,જેને પ્રતિ-આયન કહે છે. દા.ત.,$K_4[Fe(CN)_6]$ સંકીર્ણમાં $[Fe(CN)_6]^{4-}$ સવર્ગ પ્રભાવક્ષેત્ર છે અને $K^+$ પ્રતિ-આયન છે.
સવર્ગ બહુફલક : મધ્યસ્થ પરમાણુ/આયન સાથે સીધા જોડાયેલા લિગેન્ડ પરમાણુઓની અવકાશીય ગોઠવણીથી ઉદ્ભવતી ભૌમિતિક રચનાને સવર્ગ બહુફલક કહે છે.

Explore More

Similar Questions

Tetracyanonickelate$(II)$ આયનમાં હાજર દાતા પરમાણુઓની કુલ સંખ્યા કેટલી છે?

$CoCl_3 \cdot 4NH_3$ અનુભવજન્ય સૂત્ર ધરાવતા સંકીર્ણના પાણીમાં ઓગળવાથી ઉત્પન્ન થતા આયનોની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કયા સંયોજનમાં સંક્રાંતિ ધાતુનો ઓક્સિડેશન આંક શૂન્ય છે?

સંકીર્ણ સંયોજનો $(A) \ CoCl_3 \cdot 6NH_3$,$(B) \ CoCl_3 \cdot 5NH_3$ અને $(C) \ CoCl_3 \cdot 4NH_3$ માં જો $Co$ ની દ્વીતીયક સંયોજકતા $6$ હોય,તો દરેક કિસ્સામાં તેની પ્રાથમિક સંયોજકતા કેટલી હશે?

નીચેનામાંથી કેટાયોનિક સંકીર્ણ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo