સવર્ગ સંયોજનોના ચુંબકીય ગુણધર્મો સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પ્રથમ સંક્રાંતિ શ્રેણીના ધાતુના સવર્ગ સંયોજનોની ચુંબકીય માહિતી નીચે મુજબ છે:
$d$-કક્ષકોમાં ત્રણ $e^-$ સુધીના ધાતુ આયનો જેવા કે $Ti^{+3} (d^1)$,$V^{+3} (d^2)$ અને $Cr^{+3} (d^3)$; જેમાં અષ્ટફલકીય આકાર મેળવવાના સંકરણ માટે $4s$ અને $4p$ કક્ષકો સહિત બે ખાલી $d$-કક્ષકો પ્રાપ્ય છે. આ મુક્ત આયનો અને તેમની સવર્ગ સ્પિસીઝની ચુંબકીય વર્તણૂક સમાન છે.
જ્યારે ત્રણ કરતાં વધારે $d$-ઈલેક્ટ્રોન હાજર હોય છે ત્યારે અષ્ટફલકીય સંકરણ માટે $3d$-કક્ષકોનું જરૂરી યુગ્મ સીધે સીધું મળી રહેતું નથી.
જેમ કે $d^4 [Cr^{+2}, Mn^{+3}]$,$d^5 [Mn^{+2}, Fe^{+3}]$,$d^6 [Fe^{+2}, Co^{+3}]$ માં ખાલી $d$-કક્ષકોની એક જોડ માત્ર $3d$-કક્ષકોના ઇલેક્ટ્રોનના યુગ્મીકરણથી પ્રાપ્ય થાય છે,તેથી અનુક્રમે બે,એક અને શૂન્ય અયુગ્મિત $e^-$ બાકી રહે છે.
$d^6$ આયન ધરાવતા સવર્ગ સંયોજનોમાં મહત્તમ ભ્રમણ યુગ્મન જોવા મળે છે. પરંતુ $d^4$ અને $d^5$ આયન ધરાવતી સ્પિસીઝ જેમ કે:
$[Mn(CN)_6]^{-3}$ બે અયુગ્મિત $e^-$ ની ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે.
$[MnCl_6]^{-3}$ ચાર અયુગ્મિત $e^-$ ની ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે.
$[Fe(CN)_6]^{-3}$ એક અયુગ્મિત $e^-$ ની ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે.
$[FeF_6]^{-3}$ પાંચ અયુગ્મિત $e^-$ ની ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે.
$[CoF_6]^{-3}$ ચાર અયુગ્મિત $e^-$ સાથે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. $[Co(C_2O_4)_3]^{-3}$ પ્રતિચુંબકીય છે.
આ વિસંગતતા હોવાનું કારણ $[Mn(CN)_6]^{-3}, [Fe(CN)_6]^{-3}, [Co(C_2O_4)_3]^{-3}$ એ $d^2sp^3$ સંકરણ સમાવિષ્ટ આંતરકક્ષકીય સંકીર્ણ છે. જેમાં $[Mn(CN)_6]^{-3}$ અને $[Fe(CN)_6]^{-3}$ અનુચુંબકીય છે.
$[MnCl_6]^{-3}, [FeF_6]^{-3}$ અને $[CoF_6]^{-3}$ એ $sp^3d^2$ સંકરણ ધરાવતા બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે અને અનુચુંબકીય છે જે અનુક્રમે $4, 5$ અને $4$ અયુગ્મિત $e^-$ ને અનુરૂપ છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રજાતિ પ્રકાશીય સક્રિય (optically active) છે?

$[Ti(H_2O)_6]^{3+}$ એ કયા કારણોસર પેરામેગ્નેટિક સ્વભાવ ધરાવે છે?

નીચેનામાંથી કયો લિગેન્ડ લિંકેજ આઈસોમર્સ (બંધારણીય સમઘટકો) બનાવી શકે છે?

$M \cdot 5NH_3 \cdot Cl \cdot SO_4$ આણ્વિય બંધારણ ધરાવતા અષ્ટફલકીય સંકીર્ણના બે સમઘટકો $A$ અને $B$ છે. $A$ નું દ્રાવણ $AgNO_3$ ના દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપે છે અને $B$ નું દ્રાવણ $BaCl_2$ ના દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપે છે. આ સંકીર્ણ દ્વારા દર્શાવવામાં આવતી સમઘટકતાનો પ્રકાર કયો છે?

નીચેનામાંથી કયો સંકીર્ણ $MA_4BC$ પ્રકારના ડાયાસ્ટીરિયોઆઈસોમર્સનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo