પ્રતિબિંબિ સમઘટકો (Enantiomers) એટલે શું? ઉદાહરણો આપી તેમના ગુણધર્મો વિશે લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પ્રતિબિંબિ સમઘટકો (Enantiomers): જે અણુનાં પ્રતિબિંબો પરસ્પર અધ્યારોપિત ન થઈ શકતાં હોય તેવા અવકાશીય સમઘટકોને પ્રતિબિંબિ સમઘટકો કહે છે. તે કિરાલ (chiral) હોય છે.
$(b)$ ઉદાહરણો:
$(i)$ બ્યુટેન-$2$-ઓલ $(CH_3CH(OH)CH_2CH_3)$
$(ii)$ $2$-ક્લોરોબ્યુટેન $(CH_3CHClCH_2CH_3)$
$(iii)$ $2,3$-ડાયહાઈડ્રોક્સિ પ્રોપેનાલ $(OHC-CH(OH)-CH_2OH)$
$(iv)$ બ્રોમોક્લોરોઆયોડોમિથેન $(BrClCHI)$
$(v)$ $2$-બ્રોમોપ્રોપેનોઈક ઍસિડ $(CH_3CHBrCOOH)$
$(c)$ પ્રતિબિંબિ સમઘટકોના ગુણધર્મો:
$(i)$ આવા સમઘટકોના ગલનબિંદુ,ઉત્કલનબિંદુ,દ્રાવ્યતા અને વક્રીભવનાંક જેવા ભૌતિક ગુણધર્મો સમાન હોય છે.
$(ii)$ તેઓના રાસાયણિક ગુણધર્મો પણ સમાન હોય છે.
$(iii)$ પ્રતિબિંબિ સમઘટકો માત્ર ધ્રુવીભૂત પ્રકાશના ભ્રમણ સંદર્ભે જ જુદા પડે છે.
$\Rightarrow$ બંનેમાંથી એક સમઘટક દક્ષિણ ભ્રમણીય $(d)$ અથવા $(+)$ હોય તો બીજો સમઘટક વામભ્રમણીય $(l)$ અથવા $(-)$ હોય છે.
$\Rightarrow$ આ બે સમઘટકો પ્રકાશનું ભ્રમણ સમાન મૂલ્યના પણ વિરુદ્ધ દિશામાં કરે છે. આ કારણથી બે પ્રતિબિંબિ સમઘટકોના સમાન પ્રમાણવાળા મિશ્રણનું ભ્રમણ શૂન્ય હોય છે,જેને 'રેસિમિક મિશ્રણ' કહે છે. રેસિમિક મિશ્રણ $dl$ અથવા $(\pm)$ પૂર્વગથી દર્શાવાય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન મેસો સ્વરૂપ દર્શાવશે?

$CH_3-CH=CH-COOH \xrightarrow{Br_2} \text{Product}$ પ્રક્રિયામાં બનતી નીપજના કુલ સ્ટીરિયોઆઈસોમર્સની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કયું સંયોજન એનાન્ટિઓમર્સ (enantiomers) તરીકે અસ્તિત્વ ધરાવતું નથી?

નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશીય સક્રિય (optically active) છે?

$2-$હાઈડ્રોક્સી$-2-$મિથાઈલબ્યુટેનોઈક એસિડ માટે શક્ય સ્ટીરિયોઆઈસોમર્સની મહત્તમ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo