ભૌતિક સંતુલનના પ્રકારો ઉદાહરણ આપીને સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ ઘન-પ્રવાહી સંતુલન: $1 \ atm$ $(1.013 \ bar)$ દબાણે માત્ર એક જ તાપમાન (ગલનબિંદુ) એવું હોય છે જ્યાં બંને અવસ્થાઓ સહઅસ્તિત્વ ધરાવી શકે છે. જો આસપાસના વાતાવરણ સાથે ઉષ્માની આપ-લે ન થાય,તો બંને અવસ્થાઓનું દળ અચળ રહે છે.
$H_{2}O_{(s)} \rightleftharpoons H_{2}O_{(l)}$
નિષ્કર્ષ: અચળ દબાણે ગલનબિંદુ નિશ્ચિત હોય છે.
$(ii)$ પ્રવાહી-બાષ્પ સંતુલન: આપેલા નિશ્ચિત તાપમાને,બંધ પાત્રમાં પ્રવાહી અને તેની બાષ્પ વચ્ચે બાષ્પ દબાણ અચળ રહે છે.
$H_{2}O_{(l)} \rightleftharpoons H_{2}O_{(g)}$
નિષ્કર્ષ: અચળ તાપમાને,બંધ પાત્રમાં $p_{H_{2}O}$ અચળ રહે છે.
$(iii)$ ઘન-વાયુ સંતુલન: બંધ પાત્રમાં,અચળ તાપમાને ઘન અને બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાય છે. આ પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કહેવાય છે.
$NH_{4}Cl_{(s)} \rightleftharpoons NH_{4}Cl_{(g)}$
નિષ્કર્ષ: અચળ તાપમાને બંધ પાત્રમાં ઘન અને બાષ્પનું દળ અચળ રહે છે.
$(iv)$ ઘનનું પ્રવાહીમાં દ્રાવ્ય થવું: અચળ તાપમાને,ઘનનું સંતૃપ્ત દ્રાવણ એ ઘન-પ્રવાહી સંતુલન દર્શાવે છે જ્યાં દ્રાવ્યતા અચળ રહે છે.
$\text{Solute}_{(s)} \rightleftharpoons \text{Solute}_{(aq)}$ ; $\text{Sugar}_{(s)} \rightleftharpoons \text{Sugar}_{(aq)}$
નિષ્કર્ષ: આપેલા તાપમાને દ્રાવણમાં દ્રાવ્યની સાંદ્રતા અચળ રહે છે.
$(v)$ વાયુનું પ્રવાહીમાં દ્રાવ્ય થવું: અચળ તાપમાને બંધ પાત્રમાં,વાયુના સંતૃપ્ત દ્રાવણમાં દ્રાવ્ય વાયુ અને મુક્ત વાયુ વચ્ચે સંતુલન સ્થપાય છે. પ્રવાહીમાં વાયુની સાંદ્રતા વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે.
$\text{Gas}_{(g)} \rightleftharpoons \text{Gas}_{(aq)}$ ; $CO_{2(g)} \rightleftharpoons CO_{2(aq)}$
નિષ્કર્ષ: આપેલા તાપમાને $\frac{[\text{Gas}_{(aq)}]}{[\text{Gas}_{(g)}]}$ ગુણોત્તર અચળ રહે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી રાસાયણિક સંતુલન વિશેનું સાચું વિધાન કયું છે?

સંતુલન અચળાંક $K_c$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

કોઈપણ પ્રતિવર્તી પ્રક્રિયા માટે,જો પ્રક્રિયકની સાંદ્રતા વધારવામાં આવે,તો સંતુલન અચળાંક પર શું અસર થાય છે?

$2000 \ K$ તાપમાને $N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2 NO_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $4 \times 10^{-4}$ છે. ઉદ્દીપકની હાજરીમાં સંતુલન $10$ ગણી ઝડપથી પ્રાપ્ત થાય છે. તેથી, $2000 \ K$ તાપમાને ઉદ્દીપકની હાજરીમાં સંતુલન અચળાંક કેટલો હશે?

$H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2HI_{(g)}$ માટે $K_c$ નું મૂલ્ય $64$ છે. જો પાત્રનું કદ તેના મૂળ કદના અડધા કરવામાં આવે,તો સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo