ડાયનાઇટ્રોજન $(N_{2})$ ની બનાવટની પદ્ધતિઓ વર્ણવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(I)$ વ્યાવસાયિક બનાવટ: વ્યાવસાયિક રીતે ડાયનાઇટ્રોજન હવાનું પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદન દ્વારા મેળવવામાં આવે છે. પ્રવાહી ડાયનાઇટ્રોજન (ઉત્કલન બિંદુ $77.2 \ K$) પહેલા નિસ્યંદિત થાય છે,જ્યારે પ્રવાહી ઓક્સિજન (ઉત્કલન બિંદુ $90 \ K$) પાછળ રહી જાય છે.
$(II)$ પ્રયોગશાળામાં બનાવટ: પ્રયોગશાળામાં,ડાયનાઇટ્રોજન એમોનિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણની સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરીને તૈયાર કરવામાં આવે છે.
$NH_{4}Cl_{(aq)} + NaNO_{2(aq)} \rightarrow NaCl_{(aq)} + N_{2(g)} + 2H_{2}O_{(l)}$
આ પ્રક્રિયામાં અલ્પ માત્રામાં $NO$ અને $HNO_{3}$ પણ બને છે; આ અશુદ્ધિઓને પોટેશિયમ ડાયક્રોમેટ ધરાવતા જલીય સલ્ફ્યુરિક એસિડમાંથી વાયુને પસાર કરીને દૂર કરી શકાય છે.
$(III)$ ઉષ્મીય વિઘટન દ્વારા: એમોનિયમ ડાયક્રોમેટ અને ધાતુના એઝાઇડ્સ જેવા કે $Ba(N_{3})_{2}$ અથવા $NaN_{3}$ ના ઉષ્મીય વિઘટનથી નાઇટ્રોજન મળે છે.
$(NH_{4})_{2}Cr_{2}O_{7} \xrightarrow{\Delta} N_{2} + 4H_{2}O + Cr_{2}O_{3}$
$Ba(N_{3})_{2} \xrightarrow{\Delta} Ba + 3N_{2(g)}$
$2NaN_{3} \xrightarrow{\Delta} 2Na + 3N_{2(g)}$
ધાતુના એઝાઇડ્સમાંથી ખૂબ જ શુદ્ધ ડાયનાઇટ્રોજન મેળવવામાં આવે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન જળવિભાજન પર મધ્યસ્થ પરમાણુનો ઓક્સોએસિડ આપતું નથી?

$300^{\circ} C$ થી નીચે તાપીય વિઘટન પર $N_2$ વાયુ ઉત્પન્ન કરતા સંયોજન(ઓ) કયા છે?
$(A)$ $NH_4 NO_3$
$(B)$ $(NH_4)_2 Cr_2 O_7$
$(C)$ $Ba(N_3)_2$
$(D)$ $Mg_3 N_2$

નીચેનામાંથી સાચા વિધાનો કયા છે? $A$. $+1$ થી $+4$ ઓક્સિડેશન અવસ્થા ધરાવતો નાઈટ્રોજન એસિડિક માધ્યમમાં અસમાનતા (disproportionation) દર્શાવે છે. $B$. નાઈટ્રોજન નાના કદ અને ઉચ્ચ વિદ્યુતઋણતા ધરાવતા તત્વો સાથે $d\text{--}p$ મલ્ટીપલ બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. $C$. $N-N$ એકલ બંધ $P-P$ એકલ બંધ કરતા વધુ મજબૂત છે. $D$. નાના કદને કારણે નાઈટ્રોજન તેના સમૂહમાં સૌથી વધુ ઘનતા ધરાવે છે. $E$. નાઈટ્રોજનની મહત્તમ સહસંયોજકતા ચાર છે કારણ કે તેની પાસે બંધ બનાવવા માટે માત્ર ચાર સંયોજકતા કક્ષકો છે.

નીચેનામાંથી કયું સંયોજન અસ્તિત્વ ધરાવતું નથી?

ફોસ્ફીન કોની સાથે પાણી ઉમેરવાથી ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo