નીચેનામાં સાર્થક અંકોની સંખ્યા જણાવો:
$(a)$ $0.007 \;m^{2}$
$(b)$ $2.64 \times 10^{24} \;kg$
$(c)$ $0.2370 \;g \;cm^{-3}$
$(d)$ $6.320 \;J$
$(e)$ $6.032 \;N \;m^{-2}$
$(f)$ $0.0006032 \;m^{2}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપેલી રાશિ $0.007 \;m^{2}$ છે.
જો સંખ્યા $1$ કરતા નાની હોય,તો દશાંશ ચિહ્નની જમણી બાજુના પરંતુ પ્રથમ શૂન્યતર અંકની ડાબી બાજુના શૂન્યો સાર્થક નથી. તેથી,માત્ર $7$ સાર્થક અંક છે. સાર્થક અંકોની સંખ્યા = $1$.
$(b)$ આપેલી રાશિ $2.64 \times 10^{24} \;kg$ છે.
$10$ ની ઘાત સાર્થક અંકોની સંખ્યાને અસર કરતી નથી. અંકો $2, 6, 4$ સાર્થક છે. સાર્થક અંકોની સંખ્યા = $3$.
$(c)$ આપેલી રાશિ $0.2370 \;g \;cm^{-3}$ છે.
દશાંશ વાળી સંખ્યામાં,અંતિમ શૂન્યો સાર્થક હોય છે. તેથી,$2, 3, 7, 0$ સાર્થક છે. સાર્થક અંકોની સંખ્યા = $4$.
$(d)$ આપેલી રાશિ $6.320 \;J$ છે.
દશાંશ વાળી સંખ્યામાં અંતિમ શૂન્યો સાર્થક હોય છે. તેથી,$6, 3, 2, 0$ સાર્થક છે. સાર્થક અંકોની સંખ્યા = $4$.
$(e)$ આપેલી રાશિ $6.032 \;N \;m^{-2}$ છે.
બે શૂન્યતર અંકોની વચ્ચેના શૂન્યો હંમેશા સાર્થક હોય છે. તેથી,$6, 0, 3, 2$ સાર્થક છે. સાર્થક અંકોની સંખ્યા = $4$.
$(f)$ આપેલી રાશિ $0.0006032 \;m^{2}$ છે.
દશાંશ ચિહ્નની જમણી બાજુના પરંતુ પ્રથમ શૂન્યતર અંકની ડાબી બાજુના શૂન્યો સાર્થક નથી. અંકો $6, 0, 3, 2$ સાર્થક છે. સાર્થક અંકોની સંખ્યા = $4$.

Explore More

Similar Questions

$5.580 \text{ kg}$ દળ ધરાવતા ધાતુના સમઘનની દરેક બાજુનું માપ $9.0 \text{ cm}$ છે. સાર્થક અંકોને ધ્યાનમાં લેતા, સમઘનના દ્રવ્યની ઘનતાને $X \times 10^3 \text{ kg m}^{-3}$ તરીકે શ્રેષ્ઠ રીતે દર્શાવી શકાય, જ્યાં $X$ નું મૂલ્ય કેટલું છે?

$31.0 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના ચાપની લંબાઈ શોધો જે કેન્દ્ર આગળ $\frac{\pi}{6}$ ખૂણો આંતરે છે.

સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને $\frac{1.53 \times 0.9995}{1.592}$ નું મૂલ્ય શોધો.

$1.23 \ cm$ અને $2.345 \ cm$ પરિમાણ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ $cm^2$ માં શોધો.

ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ નક્કી કરવા માટે સાદા લોલકના પ્રયોગમાં,એક વિદ્યાર્થી દોરાની લંબાઈ $63.2 \,cm$ અને લોલકના ગોળાનો વ્યાસ $2.256 \,cm$ માપે છે. વિદ્યાર્થીએ લોલકની લંબાઈ ........... $cm$ લેવી જોઈએ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo