અવસ્થા રૂપાંતરણ દરમિયાન એન્થાલ્પી ફેરફારો સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પ્રમાણિત ગલન એન્થાલ્પી $(\Delta_{fus} H)$: પ્રમાણિત અવસ્થામાં એક મોલ ઘન પદાર્થના ગલન દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત ગલન એન્થાલ્પી કહે છે. ગલન એ ઉષ્માશોષક પ્રક્રિયા છે,તેથી $\Delta_{fus} H$ હંમેશા ધન હોય છે.
$H_2O_{(s)} \rightarrow H_2O_{(l)}$; $\Delta_{fus} H = 6.00 \ kJ \ mol^{-1}$
પ્રમાણિત બાષ્પીભવન એન્થાલ્પી $(\Delta_{vap} H)$: અચળ તાપમાને અને પ્રમાણિત દબાણે $(1 \ bar)$ એક મોલ પ્રવાહીના બાષ્પીભવન માટે જરૂરી ઉષ્માને તેની પ્રમાણિત બાષ્પીભવન એન્થાલ્પી કહે છે.
$H_2O_{(l)} \rightarrow H_2O_{(g)}$; $\Delta_{vap} H = +40.79 \ kJ \ mol^{-1}$
પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી $(\Delta_{sub} H)$: જ્યારે એક મોલ ઘન પદાર્થ અચળ તાપમાને અને પ્રમાણિત દબાણે $(1 \ bar)$ સીધો જ બાષ્પમાં રૂપાંતરિત થાય ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી કહે છે.
$CO_{2_{(s)}} \rightarrow CO_{2_{(g)}}$; $\Delta_{sub} H^o = 25.2 \ kJ \ mol^{-1}$
આ એન્થાલ્પી ફેરફારોનું મૂલ્ય પદાર્થમાં રહેલા આંતરઆણ્વીય આકર્ષણ બળોની પ્રબળતા પર આધાર રાખે છે.

Explore More

Similar Questions

ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા જેમાં પ્રક્રિયક પદાર્થો

આદર્શ વાયુના $1 \text{ mole}$ માટે $\Delta H$,$\Delta U$ અને $\Delta T$ ને સંબંધિત નીચેનામાંથી સાચું સમીકરણ ઓળખો $(R = \text{વાયુ અચળાંક})$:

$273 \, K$ તાપમાને પ્રક્રિયાની એન્થાલ્પી $-3.57 \, kJ$ છે. જો $\Delta C_p = 0$ હોય,તો $373 \, K$ તાપમાને પ્રક્રિયાની એન્થાલ્પી કેટલી થશે?

નીચેની પ્રક્રિયા માટે $\Delta H - \Delta U$ નું મૂલ્ય શું છે? $2 C_{(s)} + 3 H_{2(g)} \rightarrow C_2H_{6(g)}$

થર્મોડાયનેમિક્સમાં,$P-V$ કાર્ય $w = -\int P_{ext} dV$ દ્વારા આપવામાં આવે છે. એક સિસ્ટમ માટે જે ચોક્કસ પ્રક્રિયામાંથી પસાર થાય છે,કાર્ય $w = -\int \left(\frac{RT}{V - b} - \frac{a}{V^2}\right) dV$ છે. આ સમીકરણ કોના માટે લાગુ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo