થ્રેશોલ્ડ આવૃત્તિ,$v_0$ એ ન્યૂનતમ આવૃત્તિ છે જે ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે ફોટોન પાસે હોવી આવશ્યક છે. તે વિવિધ ધાતુઓ માટે અલગ-અલગ હોય છે. જ્યારે $1.0 \times 10^{15} \ s^{-1}$ આવૃત્તિ ધરાવતો ફોટોન ધાતુની સપાટી પર અથડાય છે,ત્યારે $1.988 \times 10^{-19} \ J$ ગતિ ઊર્જા ધરાવતો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિની ગણતરી કરો. દર્શાવો કે જો $600 \ nm$ તરંગલંબાઇ ધરાવતો ફોટોન ધાતુની સપાટી પર અથડાય તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપણે જાણીએ છીએ કે,$h v = h v_0 + KE$ અથવા
$h v_0 = h v - KE = (6.626 \times 10^{-34} \ J s \times 1.0 \times 10^{15} \ s^{-1}) - 1.988 \times 10^{-19} \ J$
$h v_0 = 6.626 \times 10^{-19} \ J - 1.988 \times 10^{-19} \ J = 4.638 \times 10^{-19} \ J$
$v_0 = \frac{4.638 \times 10^{-19} \ J}{6.626 \times 10^{-34} \ J s} = 7.0 \times 10^{14} \ s^{-1}$
જ્યારે,$\lambda = 600 \ nm = 600 \times 10^{-9} \ m$,ત્યારે આપાત ફોટોનની આવૃત્તિ:
$v = \frac{c}{\lambda} = \frac{3.0 \times 10^8 \ m s^{-1}}{600 \times 10^{-9} \ m} = 5.0 \times 10^{14} \ s^{-1}$
આમ,આપાત આવૃત્તિ $v = 5.0 \times 10^{14} \ s^{-1}$ એ થ્રેશોલ્ડ આવૃત્તિ $v_0 = 7.0 \times 10^{14} \ s^{-1}$ કરતા ઓછી હોવાથી,કોઈ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં.

Explore More

Similar Questions

$H$ પરમાણુની જે કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા $-3.4 \ eV$ હોય,તે કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું થાય?

પરમાણુનું બોહરનું મોડેલ શું સમજાવે છે?

એક ધાતુમાંથી $v_1$ અને $v_2$ આવૃત્તિના પ્રકાશ દ્વારા ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનની ગતિ ઊર્જાનો ગુણોત્તર $1 : 2$ છે. તો ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી થશે?

Difficult
View Solution

હાઇડ્રોજન પરમાણુમાં $n=4$ થી $n=2$ કક્ષામાં સંક્રમણ દરમિયાન ઉત્સર્જિત ફોટોનનો તરંગ આંક કેટલો છે ($cm^{-1}$ માં)? $[R_{H}=109677 \ cm^{-1}]$

$1.995 \times 10^{12} \ erg \ mol^{-1} \ photon^{-1}$ આઇન્સ્ટાઇન ઊર્જા ધરાવતા કણની તરંગલંબાઇ .......... $\mathring{A}$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo