બે ખૂબ લાંબા,સીધા,સમાંતર વાહકો $A$ અને $B$ અનુક્રમે $5\,A$ અને $10\,A$ નો વિદ્યુતપ્રવાહ વહન કરે છે અને એકબીજાથી $10\,cm$ ના અંતરે છે. બંને વાહકોમાં વિદ્યુતપ્રવાહની દિશા સમાન છે. બે વાહકો વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું હશે? $(\mu_0 = 4\pi \times 10^{-7} \text{ SI એકમ})$

  • A
    $2 \times 10^{-4} \text{ N/m}$ અને આકર્ષી પ્રકારનું છે
  • B
    $2 \times 10^{-4} \text{ N/m}$ અને અપાકર્ષી પ્રકારનું છે
  • C
    $1 \times 10^{-4} \text{ N/m}$ અને આકર્ષી પ્રકારનું છે
  • D
    $1 \times 10^{-4} \text{ N/m}$ અને અપાકર્ષી પ્રકારનું છે

Explore More

Similar Questions

બે લાંબા અને સમાંતર સીધા તાર $A$ અને $B$ જે સમાન દિશામાં $10 \ A$ અને $4 \ A$ વિદ્યુતપ્રવાહ વહન કરે છે,તે $2 \ cm$ ના અંતરે અલગ પડેલા છે. તાર $A$ ના $4 \ cm$ ના ભાગ પર લાગતું બળ શોધો. ( $\mu_0 = 4 \pi \times 10^{-7} \ SI$ ).

$A$ અને $B$ એ બે વાહકો છે જે સમાન દિશામાં વિદ્યુતપ્રવાહ $i$ વહન કરે છે. $x$ અને $y$ એ બે ઇલેક્ટ્રોન બીમ છે જે સમાન દિશામાં ગતિ કરે છે.

એક લાંબો તાર $AB$ ટેબલ પર મૂકેલો છે. $1.0\, g$ દળ અને $50\, cm$ લંબાઈનો બીજો તાર $PQ$ બે રેલ $PS$ અને $QR$ પર સરકવા માટે ગોઠવેલો છે. તારમાંથી $50\, A$ નો પ્રવાહ પસાર કરવામાં આવે છે. $AB$ ની ઉપર કેટલા અંતરે તાર $PQ$ સંતુલનમાં રહેશે? ($mm$ માં)

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $l$ લંબાઈનો અને $I$ વિદ્યુતપ્રવાહ ધરાવતો એક વાહક સળિયો $PQ$ દ્રઢ આધાર પરથી લટકાવેલ છે. $PQ$ ને લંબ અને અવલોકનકારથી દૂર (સમતલની અંદર) દિશામાં એક સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ લાગુ પાડવામાં આવે છે. જો સળિયાનું દળ $M$ હોય,તો દરેક દોરીમાં તણાવ શોધો.

ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ માં રાખેલ વાયરના નીચે આપેલા કરંટ લૂપના સંદર્ભમાં નીચેના અનુમાનો ધ્યાનમાં લો.
$A.$ વાયરના $AC$ ભાગ પરનું બળ $\frac{\sqrt{3}}{2}ILB$ છે જે પેજની અંદરની તરફ લાગે છે.
$B.$ વાયરના $AB$ ભાગ પરનું બળ $\frac{\sqrt{3}}{2}ILB$ છે જે પેજની અંદરની તરફ લાગે છે.
$C.$ લૂપ $ABCA$ પરનું કુલ બળ શૂન્ય છે.
ઉપરનામાંથી કયું/કયા સાચું નથી?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo