સવર્ગ સંયોજનોમાં અવકાશીય સમઘટકતા સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જે સમઘટકોમાં રાસાયણિક સૂત્ર અને રાસાયણિક બંધન સમાન હોય પરંતુ જુદીજુદી અવકાશીય ગોઠવણી ધરાવે તેને અવકાશીય સમઘટકતા કહે છે.
ભૌમિતિક સમઘટકતા:
$ML_4$ પ્રકારના સમતલીય સમચોરસ સંકીર્ણ માટે: આ પ્રકારની સમઘટકતા હિટરોલેપ્ટિક સંકીર્ણમાં લિગેન્ડની ભિન્ન ભિન્ન શક્ય ગોઠવણીને કારણે ઉદ્ભવે છે.
સવર્ગઆંક $4$ ધરાવતા સંયોજનોમાં $[MX_2L_2]$ સૂત્ર ધરાવતા સમચોરસ સંકીર્ણનાં બે લિગેન્ડ $X$ એકબીજાની નજીક હોય ત્યારે સિસ $(cis)$ સમઘટક અને એકબીજાની વિરુદ્ધ હોય ત્યારે ટ્રાન્સ $(trans)$ સમઘટક મળે છે.
$[MABXL]$ પ્રકારના અન્ય સમતલીય ચોરસ સંકીર્ણમાં પણ ત્રણ સમઘટકો (બે સિસ અને એક ટ્રાન્સ) મળે છે. આ સમઘટકતા સમચતુષ્ફલકીય ભૂમિતિમાં શક્ય નથી.
$ML_6$ પ્રકારના અષ્ટફલકીય સંકીર્ણ માટે: $[MX_2L_4]$ સૂત્ર ધરાવતા સંકીર્ણમાં બે $X$ લિગેન્ડ સિસ અથવા ટ્રાન્સ ગોઠવણીમાં એકબીજાને અભિવિન્યસ્ત હોય છે.
આ પ્રકારની સમઘટકતા જ્યારે $[MX_2(L-L)_2]$ સૂત્રવાળા સંકીર્ણમાં દ્વિદંતીય લિગેન્ડ $L-L$ (દા.ત.,$en = NH_2CH_2CH_2NH_2$) હાજર હોય છે ત્યારે ઉદ્ભવે છે.
અન્ય પ્રકારની ભૌમિતિક સમઘટકતા $[Ma_3b_3]$ પ્રકારના અષ્ટફલકીય સંકીર્ણ જેવા કે $[Co(NH_3)_3(NO_2)_3]$ માં ઉદ્દભવે છે. જો અષ્ટફલકીય બાજુના પાસપાસેના ખૂણાઓ પર સમાન લિગેન્ડના ત્રણ દાતા પરમાણુ સ્થાન પ્રાપ્ત કરે છે ત્યારે આપણને ફેસિયલ $(fac)$ સમઘટક મળે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પેરામેગ્નેટિક (અનુચુંબકીય) છે?

નીચેનામાંથી $[Cr(H_2O)_4 Cl(NO_2)] Cl$ નો આયનીકરણ સમઘટક (ionization isomer) ઓળખો.

નીચેનામાંથી કયા સંયોજનોમાં પ્રકાશ સમઘટકતા જોવા મળશે?

Difficult
View Solution

બધા સંક્રાંતિ ધાતુ સંકીર્ણોમાં ગણતરી કરેલ સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ ($BM$ માં) નું સર્વોચ્ચ મૂલ્ય છે

$[Cr(C_2O_4)_3]^{3-}$ માં કયા પ્રકારની સમઘટકતા જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo