એક મોનોક્રોમેટિક પ્રકાશ $\phi$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુની પ્લેટ પર આપાત થાય છે. મહત્તમ ગતિ ઊર્જા સાથે બિંદુ $A$ થી પ્લેટને લંબ રૂપે ઉત્સર્જિત થયેલ એક ઇલેક્ટ્રોન,ઇલેક્ટ્રોનના પ્રારંભિક વેગને લંબ એવા અચળ ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. ઇલેક્ટ્રોન એક વળાંકમાંથી પસાર થાય છે અને બિંદુ $B$ પર પ્લેટને પાછું અથડાય છે. $A$ અને $B$ વચ્ચેનું અંતર કેટલું છે? (આપેલ છે: ઇલેક્ટ્રોન પરના ચાર્જનું મૂલ્ય $e$ છે અને દળ $m$ છે,$h$ પ્લાન્કનો અચળાંક છે અને $c$ પ્રકાશનો વેગ છે. ચુંબકીય ક્ષેત્ર ઇલેક્ટ્રોનના સમગ્ર માર્ગ પર અસ્તિત્વ ધરાવે છે તેમ માનો.)

  • A
    $\sqrt{2 m(\frac{hc}{\lambda}-\phi)} / eB$
  • B
    $\sqrt{m(\frac{hc}{\lambda}-\phi)} / eB$
  • C
    $\sqrt{8 m(\frac{hc}{\lambda}-\phi)} / eB$
  • D
    $2 \sqrt{m(\frac{hc}{\lambda}-\phi)} / eB$

Explore More

Similar Questions

ફોટોઈલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં ત્રણ જુદી જુદી ધાતુઓ $p, q$ અને $r$ ની પ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો,જેના વર્કફંકશન અનુક્રમે $\phi_p = 2.0\ eV$,$\phi_q = 2.5\ eV$ અને $\phi_r = 3.0\ eV$ છે. સમાન તીવ્રતાવાળા ત્રણ વિકિરણ કે જેમની તરંગલંબાઈ $550\ nm, 450\ nm$ અને $350\ nm$ છે,તેમને આ પ્લેટ પર આપાત કરવામાં આવે છે. તો નીચેનામાંથી કયો $I \rightarrow V$ નો આલેખ પ્રયોગનાં પરિણામો માટે સાચો છે? $(hc = 1240\ eV\ nm)$

$P$ પાવર ધરાવતો પ્રકાશનો સ્ત્રોત જે $\lambda$ તરંગલંબાઈનો એકવર્ણી પ્રકાશ ઉત્સર્જિત કરે છે,તેને $\phi$ વર્ક ફંક્શન અને $A$ ક્ષેત્રફળ ધરાવતી ફોટોસેન્સિટિવ સપાટીથી $r$ અંતરે રાખવામાં આવે છે,તો નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે?

પરમાણુઓ અને અણુઓના દળને માપવા માટે વપરાતા સાધનનું નામ આપો.

એક ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ એક ફોટોન જેટલી જ છે. જો ઇલેક્ટ્રોનનો વેગ પ્રકાશના વેગના $25 \%$ હોય,તો ઇલેક્ટ્રોનની $K.E.$ અને ફોટોનની $K.E.$ નો ગુણોત્તર કેટલો થશે?

$m$ દળ ધરાવતા ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેની ઊર્જા $E$ સમાન છે. ઇલેક્ટ્રોનની તરંગલંબાઇ અને ફોટોનની તરંગલંબાઇનો ગુણોત્તર શોધો: ($c$ એ પ્રકાશનો વેગ છે)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo