$0.04\; m^2$ આડછેદ ધરાવતા મેગ્નેશિયમના વાયરમાંથી $5\; A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. દરેક બિંદુએ વિદ્યુતપ્રવાહ ઘનતાની દિશા આડછેદના ક્ષેત્રફળના એકમ સદિશ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. વાહકના દરેક બિંદુએ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય .... $V/m$ છે (મેગ્નેશિયમની અવરોધકતા $\rho = 44 \times 10^{-8}\, \Omega m$ છે).

  • A
    $11 \times 10^{-3}$
  • B
    $11 \times 10^{-5}$
  • C
    $11 \times 10^{-7}$
  • D
    $11 \times 10^{-2}$

Explore More

Similar Questions

વિદ્યુત પ્રવાહના સંદર્ભમાં મોબિલિટીનું સમીકરણ તારવો.

Difficult
View Solution

એક બેટરીને સમાન અવરોધ ધરાવતા તાર $AB$ સાથે જોડવામાં આવે છે અને $B$ ને અર્થિંગ કરવામાં આવે છે. નીચેનામાંથી કયો આલેખ દર્શાવે છે કે $AB$ પર પ્રવાહ ઘનતા $J$ કેવી રીતે બદલાય છે?

$5\, A$ નો પ્રવાહ $5\, mm$ ત્રિજ્યા ધરાવતા કોપર વાહક (અવરોધકતા $= 1.7 \times 10^{-8}\, \Omega \, m$) માંથી પસાર થાય છે. જો ડ્રિફ્ટ વેગ $1.1 \times 10^{-3}\, m/s$ હોય,તો વિદ્યુતભારોની મોબિલિટી શોધો.

કોપર વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા $8.5 \times 10^{28} \; m^{-3}$ છે. $3.0 \; m$ લાંબા વાયરના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થવા માટે ઇલેક્ટ્રોનને કેટલો સમય લાગશે? વાયરના આડછેદનું ક્ષેત્રફળ $2.0 \times 10^{-6} \; m^2$ છે અને તેમાંથી $3.0 \; A$ નો પ્રવાહ વહે છે.

$1 \ m$ લંબાઈ અને $1 \ mm$ ત્રિજ્યાવાળા તાંબાના એક તારને $2 \ m$ લંબાઈ અને $3 \ mm$ ત્રિજ્યાવાળા લોખંડના તાર સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. જો બંને તારમાંથી સમાન વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય,તો તાંબા અને લોખંડના તારમાં વિદ્યુતપ્રવાહ ઘનતાનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo